વડાપ્રધાન મોદીએ શુક્રવારે શાંઘાઈ સહયોગ સંમેલન (એસસીઓ)ને સંબોધન કર્યુ આ દરમિયાન તેઓએ આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં એકજૂથ થવાની વાત પર જોર આપ્યું મોદીએ કહ્યું કે આતંકનું સમર્થન કરનારાઓને જવાબદાર ગણાવવા જરૂરી છે તે માટે ભારત એક આંતરરાષ્ટ્રીય સંમેલન બોલાવશે મોદીએ ગુરુવારે દ્વિપક્ષીય બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સામે પણ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો