ભારત અને અમેરિકા વચ્ચે મહત્વપૂર્ણ કરારો, બંને દેશો આતંકવાદ મુદ્દે પાકિસ્તાન પર દબાણ ઊભું કરશે હૈદરાબાદ હાઉસમાં થયેલી મુલાકાત પછી બંને નેતાઓ વચ્ચે જોઈન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતું જે મુજબ બન્ને દેશો વચ્ચે 215 હજાર કરોડ રૂપિયાના રક્ષા સોદા પર સહમતી સધાઈ છે આ પરિણામે બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વેપારના ક્ષેત્રમાં પણ સકારાત્મક પરિણામ આવશે ભારત-અમેરિકા વચ્ચે પરમાણુ રિએક્ટર સંબંધિત કરાર પણ મહત્વના છે આ અંતર્ગત અમેરિકા 6 રિએક્ટર સપ્લાય કરશે