સુરતઃઅઠવાલાઇન્સની સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલના સંચાલકો દ્વારા કરાયેલા ફી વધારાના વિરોધમાં ત્રીજા દિવસે પણ વાલીઓએ સ્કૂલ બહાર ભારે હોબાળો મચાવ્યો હતો આજે સવારથી મોટી સંખ્યામાં વાલીઓ શાળા પર એકત્ર થયા હતા તેમજ વિદ્યાર્થોઓ ને શાળામાં જતા અટકાવી અભ્યાસથી દૂર રાખ્યા હતા હાલની ફી કરતાં 42થી 45 ટકા ફી વધારાથી રાહતની માંગણી સાથે મોટી સંખ્યામાં વાલીઓએ સ્કૂલ બહારથી રેલી કાઢી પોલીસ કમિશનર કચેરી તરફ આગળ વધ્યા હતા