જામનગર: જામનગર જિલ્લામાં એક વીડિયો વાઇરલ થયો છે જેમાં યુવાન પોલીસ સ્ટેશનમાં ધૂણતા ધૂણતા કહે છે કે હું દાવલશા પીર છું, દાદાને છતુ થાવું છે, DSPને બોલાવો યુવાન પોતાના પર પથ્થરથી મારી રહ્યો છે આ જોઇ પોલીસ કર્મચારીઓ પર તેની સાથે મજાક કરતા નજરે પડે છે આ વીડિયો જામનગરના સિક્કા પોલીસ સ્ટેશનનો હોવાનું સોશિયલ મીડિયામાં વાઇરલ થયું છે યુવાન પોતાની વૃદ્ધ માતા સાથે અહીં આવ્યો હતો અને ધૂણવા લાગ્યો હતો પોલીસ સ્ટેશનના ઓટા પર બેસી પોલીસ કર્મચારીઓ સાથે વાતો કરતો નજરે પડે છે આ યુવાન કોણ છે તે હજું સુધી ઓળખ થઇ નથી