મહેસાણા:મહેસાણા જિલ્લામાં આવતા કોઈ પોલીસ સ્ટેશનની મહિલા પોલીસકર્મીનો પોલીસ સ્ટેશનમાં ડાન્સ કરતો વીડિયો વાઈરલ થયો છે વીડિયો વાઈરલ થતાં મહેસાણા ડીવાયએસપી મંજીતા વણઝારાએ કહ્યું હતું કે, વીડિયો ક્યાંયનો પણ કેમ ન હોય પરંતુ પોલીસની નોકરીમાં શિસ્ત જરૂરી છેવાઈરલ થયેલા વીડિયોમાં પોલીસ લોકઅપ દેખાતું હોવાથી તે પોલીસ સ્ટેશનનો હોવાની પુષ્ટી થઈ શકે છે,પરંતુ મહિલા પોલીસ કર્મી કોણ છે તેની માહિતી મળી શકી નથી વાઈરલ વીડિયોમાં મહિલા પોલીસ કર્મી ખૂબ સારો ડાન્સ કરે છે, જોકે, આ વીડિયો મહેસાણાનો છે કે નહીં તેની પુષ્ટી થઈ શકી નથી જોકે, સોશિયલ મીડિયા વાઈરલ થયેલા વીડિયો મહેસાણાના નામે ફરી રહ્યો છે