ગોધરાઃ બાકરોલ પાસે કરાડ નદીમાં ફીણના ગોટા વળેલા જોવા મળી રહ્યાં છે આ ફીણ ગોટા નદી કાંઠા વિસ્તારના ગામોમાં પવન સાથે ઉડીને જાય છે ફીણનું પ્રમાણ વધી જતાં હાલ ગોટા પુલ પર પહોંચી ગયા હતાં પુલ પર ફીણના ગોટે ગોટા વળતા બરફનો મિનિ પહાડ બન્યો હોય તેવો નજારો જોવા માટે બાળકો પુલ પર ઉમટ્યાં હતાં કેમિકલયુક્ત ફીણથી આરોગ્યને નુકસાન થવાની વાતે અજાણ બાળકો ફીણ સાથે રમત રમી રહેલા જોવા મળ્યાં હતાં