બોટાદ: બોટાદ જિલ્લામાં છેલ્લા ત્રણેક વરસથી અપુરતા વરસાદને પગલે જગતનો તાત મુશ્કેલી અનુભવી રહ્યો છે જગતનો તાત રાત-દિવસ મહેનત કરી મોંઘા ભાવનાં બિયારણો, દવાઓ, ખાતરનો ઉપયોગ કરી પોતાની વાડી અને ખેતરોમાં વાવેતર કરે છે, પરંતુ અપુરતા વરસાદને પગલે પુરતા પ્રમાણમાં પાક લઈ શકતો નથી જેથી જગતનો તાત દેવાદાર બની મુંજવણ અનુભવે છે