અમદાવાદ: ગઈકાલે કાલુપુર રેલવે સ્ટેશનથી સોમનાથ એક્સપ્રેસ ઉપડી ત્યારે એક અકસ્માત થયો હતો જેમાં ચાલતી ટ્રેનમાં ચડવા જતા એક મહિલા પેસેન્જર પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે આવી ગઈ હતી તેનો બૂમો સાંભળીને આસપાસ ઊભેલા પેસેન્જર અને આરપીએફના પોલીસ જવાન દોડી ગયા હતા અને મહિલા મુસાફરનો જીવ બચાવ્યો હતો રાત્રે 10 વાગ્યે આ ઘટના ઘટી હતી