લોકસભામાં બુધવારે ગેરકાયદેસર પ્રવૃતિ નિવારણ સંશોધન (યૂએપીએ) ખરડો 2019 પાસ થઈ ગયું છે આ દરમિયાન પક્ષ-વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા પણ થઈ હતી કોંગ્રેસ અને અન્ય વિપક્ષોએ કાયદામાં નવી જોગવાઈ જોડવાનો વિરોધ કર્યો હતો તેઓએ બિલને સ્ટેન્ડિંગ કમિટીને મોકલવાની માગ કરતાં ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું ચર્ચા દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે આતંકવાદ વિરૂદ્ધ લડાઈ સરકાર લડે છે કઈ પાર્ટી સત્તામાં છે અને બિલ કોણ લઈને આવ્યું તેનાથી કોઈ ફર્ક ન પડવો જોઈએ આતંકવાદના ખાત્મા માટે કડક કાયદાની જરૂર છે
કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ પૂછ્યું કે, યુએપીએ બિલને સંશોધિત કરી કડક જોગવાઈ જોડવાની પાછળ સરકારની ઈચ્છા શું છે? શાહે કહ્યું કે કોંગ્રેસ સરકાર બિલ લાવે છે તો યોગ્ય છે, પરંતુ અમે સંશોધન કરીએ તો તેમાં ખોટું શું છે? અમે આતંકવાદને ખતમ કરવા માગીએ છીએ, સંશોધિત કાયદાથી રાજ્યોની શક્તિ ઓછી નહીં થાય આ કાયદો 1967માં કોંગ્રેસ સરકાર લઈ આવ્યાં જે બાદ 2004, 2008 અને 2013માં તમે જ સંશોધન કર્યા કાયદાને મજબૂત કોને બનાવ્યો? એટલે અમે જે કરી રહ્યાં છીએ તે પણ યોગ્ય જ છે