પાલનપુર: સિવિલ હોસ્પિટલમાં ગુરુવારે જુના સ્ટાફને બદલી નવો સ્ટાફ મુકાતા રોષે ભરાયેલા સફાઇ કર્મીઓએ ધરણા પર બેસી જઈ સિવિલ સત્તાધીશો સામે રોષ વ્યક્ત કર્યો હતો ત્યારે આજે તેમાંના કેટલાકે ઝેરી દવા પી લીધી હતી ત્યારે ઝેર પીનારને તાત્કાલિક સિવિલના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે ખસેડાયા હતા ઉલ્લેખનીય છે કે બુધવારે જ સફાઈ કર્મીઓને કાઢી દેવાતા કલેક્ટરને રજૂઆત કરી હતી