સુરતઃહાલ વિઘ્નહર્તા ગણપતિની પૂજા અર્ચના કરવાનું પર્વ ગણેશોત્સવ ચાલી રહ્યું છે એક તરફ ગણેશ ભક્તિમાં લોકો લિન બન્યા છે ત્યારે અમુક યુવકો ગાંધીના ગુજરાતમાં જાહેરમાં દારૂ પીને છાકટા થયા હોય તેમ ખુલ્લેઆમ દારૂની બાટલીઓ પીને ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ અંગે ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું હતું કે, આ અંગે તપાસ થવી જોઈએ