અમદાવાદઃ મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીએ પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન ટિકટોક વીડિયો બનાવ્યો તો તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી એટલું જ નહીં, બુધવારે સાંજે મહેસાણા જિલ્લા પોલીસવડાએ અર્પિતાના ગેરશિસ્ત અને નૈતિકતાના મુદ્દે સસ્પેન્ડ કરી દીધી હતી આ સમગ્ર કેસની તપાસ ડીવાયએસપી મંજીતા વણઝારાને સોંપવામાં આવી છે જો કે, આશ્ચર્યની વાત એ છે કે હવે ખુદ તપાસ અધિકારી મંજીતા વણઝારાનો જ ટિકટોક પરનો વીડિયો બહાર આવ્યો છે અલબત્ત આ વીડિયો તેમણે ફરજ પર કે વર્દી પહેરીને નથી બનાવ્યો, પરંતુ ટિકટોક વીડિયો જરૂર છે