ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગુરુવારે ઝારખંડના ચતરા અને ગઢવામાં ચૂંટણી રેલી કરવા પહોંચ્યા હતા ચતરાની ચૂંટણી સભામાં ઓછી ભીડ અંગે નારાજગી દર્શાવતા શાહે કાર્યકરોને કહ્યું કે, અહીં ભીડ ઓછી છે આટલી ઓછી ભીડથી ચૂંટણી કેવી રીતે જીતીશું? તમે મને બેવકૂફ ના બનાવો, હું વાણિયો છું ગણિત મને પણ આવડે છે અહીંથી ઘરે જઈને 25-25 લોકોને ફોન કરો અને તેમને ભાજપને મત આપવાનું કહો મોબાઈલ હાથમાં ઉઠાવો હકીકતમાં ચતરાની સભામાં આશરે 15 હજાર લોકો પહોંચ્યા હતા