બાલીઃઈન્ડોનેશિયાની રાજધાની બાલીની હોટેલમાંથી ચેકઆઉટ કરી રહેલા એક ભારતીય પ્રવાસીઓના પરિવારનો અત્યંત શરમજનક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે 220 મિનિટના આ વીડિયોમાં એક ભારતીય ટુરિસ્ટ ફેમિલી ત્યાંની હોટેલમાંથી ચેકઆઉટ કરી રહેલું દેખાય છે તેમનો સામાન પણ ટેક્સીમાં ભરાઈ ચૂક્યો છે પરંતુ હોટેલનો કર્મચારી આ પરિવારે હોટેલની વસ્તુઓ ચોરી છે તેવી શંકામાં આ પ્રવાસીઓનો સામાન ખોલીને ચેક કરે છે તેમાંથી ખરેખર હોટેલની વિવિધ વસ્તુઓ જેવી કે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, ટોવેલ્સ, ફુલદાની જેવો સુશોભનનો સામાન, લિક્વિડ હેન્ડવૉશ ડિસ્પેન્સર વગેરે નીકળતી જાય છે