રાજકોટ: રાજકોટ ઢેબર રોડ જૂના બસસ્ટેન્ડ પાસે રમેશ કાંતિલાલ આંગડિયા પેઢીના બે કર્મચારીને પોલીસની ઓળખ આપી થેલો ચેક કરવાનું કહી 17 લાખ લૂંટી ગયા હતા આ બનાવને બે દિવસ થઇ ગયા હોવા છતાં લૂંટારાઓની કોઇ ભાળ મળી નથી ક્રાઇમ બ્રાન્ચને શંકા છે કે ઇરાની ગેંગ આ લૂંટમાં સામેલ હોય આજે પોલીસે ઇરાની ગેંગના ફોટા પણ સોશિયલ મીડિયામાં આપી લોકોને સાવચેત રહેવા સલાહ આપી હતી આ સિવાય લૂંટારાઓ લૂંટ કરીને ભાગ્યા પછીના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં બાઇકમાં બેસી બે લૂંટારાઓ અલગ અલગ દિશાઓમાં ભાગતા નજરે દેખાય છે છારા ગેંગ પણ આમાં સામેલ હોય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે