મોરબી:મોરબીના મહેન્દ્રનગરની બેંક ઓફ બરોડા શાખા (BOB) અને દેના બેંકમાં પાંચ શખ્સો હથિયાર સાથે ઘૂસ્યા હતા પાંચેય શખ્સોએ હથિયાર દેખાડી કર્મચારીઓને ડરાવ્યા હતા અને લૂંટ કરી હતી જેમાં બેંક ઓફ બરોડા બેંકમાંથી 4,50,000 અને દેના બેંકમાંથી 1,50,000 રૂપિયાની લૂંટ કરી નાસી છૂટ્યા હતા ઘટનાની જાણ થતા બી ડિવીઝન પોલીસ અને LCBની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી દરમિયાન ચાર આરોપીઓ ચુપણી ગામની સીમમાંથી ઝડપાયા હતાં
પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટારા હિન્દીભાષી હોવાનું જાણવા મળ્યું છે બેંક ઓફ બરોડા અને દેના બેંકની સંયુક્ત શાખામાંથી 6 લાખની લૂંટ થઇ છે લૂંટના એક કલાક પહેલા જ 20 લાખથી વધુની રોકડ રાજકોટ ખાતે ટ્રાન્સફર કરવામાં આવી હતી આથી સદનસીબે મોટી રકમની લૂંટ થતા બચી હતી
જિલ્લામાં આવતા અને જતા રસ્તા પર નાકાબંધી
લૂંટારા લૂંટ કરી ફરાર થતા જ મોરબી જિલ્લામાં આવતા અને જતા રસ્તા પર ઠેર ઠરે નાકાબંધી કરવામાં આવી છે હાલ પોલીસે બેંકના CCTVના આધારે તપાસ હાથ ધરી છે ઘટનાને પગલે લોકો પણ એકત્ર થઇ ગયા હતા પોલીસે હાલ બેંકના કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી છે
(કિશન પરમાર, મોરબી)