આ છે રાજસ્થાનના ગંગાનગરની 55 વર્ષિય શારદા, જો 517 કિમીની મુસાફરી કરી વૃંદાવનની ભક્તિવેદાંત હોસ્પિટલ પહોંચી છે તેમના પતિ પ્રેમચંદ પેરાલિસિસ અને કેન્સરની બિમારી સામે લડી રહ્યાં છે શરીરે કામ કરવાનું બંધ કરી દીધું છે
અહીં દાખલ મોટાભાગના દર્દીઓની કહાની કંઈક આવી જ છેખરેખર તો આ હોસ્પિટલમાં એવા રોગીઓને દાખલ કરવામાં આવે છે જેના પર દવાઓએ અસર કરવાનું બંધ કરી દીધું હોયવૃંદાવનની આ હોસ્પિટલમાં દવા સાથે દર્દીઓને અધ્યાત્મ સાથે પણ જોડવામાં આવે છે હોસ્પિટલમાં દાખલ દર્દી જે ધર્મમાં વિશ્વાસ ધરાવતા હોય તે ધર્મનાં ગ્રંથમાં લખેલ જીવનની વાસ્તવિક્તાઓથી તેને વાકેફ કરવામાં આવે છે
રોજ સવાર-સાંજ આદ્યાત્મિક ગુરુ દર્દીઓને ગીતા કે કુરાનનાં પાઠ સંભળાવે છે જે દર્દીઓ ચાલવામાં અક્ષમ હોય તેનાં બેડ પાસે ઠાકોરજીનો રથ લાવવામાં આવે છે મૃત્યુ પામવા પર હિન્દુ દર્દીનાં મુખમાં ‘ગંગાજળ’ અને મુસ્લિમ દર્દીઓને ‘આબે ઝમઝમ’નું પાણી પીવડાવવામાં આવે છે
વર્ષ 2008માં શરૂ કરાયેલ આ હોસ્પિટલમાં 5868 દર્દીઓ દાખલ થયા, જેમાંથી 1633નું મૃત્યુ થયું છે આ બધા જ દર્દીઓ અસાધ્ય રોગથી પિડીત હતા હોસ્પિટલમાં દર્દીઓ પાસે દવાના નજીવા પૈસા લેવામાં આવે છે જેઓ પૈસા નથી આપી શકતા તેઓનો ઈલાજ મફતમાં કરવામાં આવે છે