ભાગલાના 72 વર્ષ બાદ પંજાબ પ્રાંતના ઝેલમ જિલ્લામાં સ્થિત એક ઐતિહાસિક ગુરુદ્વારા ચોવા સાહિબને શુક્રવારે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યું હતું તેનું નિર્માણ 1834માં મહારાજા રણજીતસિંહે કરાવ્યું હતું 1947માં ભારત-પાક વિભાજન દરમિયાન અહીં રહેનારા સિખ સમુદાયના લોકો પલાયન કરી ગયા હતા ત્યારબાદ સરકારી રખરખાવના અભાવમાં આ ગુરુદ્વાર સંપૂર્ણ રીતે બંધ હતું
નવેમ્બરમાં ગુરુનાનકદેવની 550મી જયંતીને ધ્યાનમા રાખીને પાકિસ્તાન સરકારે આ નિર્ણય લીધો છે હવે ભારત અને પાકિસ્તનના સિખ શ્રદ્ધાળુ આ ગુરુદ્વારામાં દર્શન માટે જઇ શકશે અધિકારીઓ અને સિખ સમુદાયના લોકોની હાજરીમાં એક સમારોહ દરમિયાન આ ગુરુદ્વારા ખોલવામાં આવ્યું હતું