દક્ષિણ ગુજરાતમાં વરસેલા અનરાધાર વરસાદના પગલે અંબિકા અને કાવેરી નદી ગાંડીતૂર બની હતી બંને નદીઓ બે કાંઢે વહેવા લાગતાં અનેક લોકોને સલામત સ્થળે પણ ખસી જવાની સૂચનાઓ આપવામાં આવી હતી જો કે, ગણદેવી પાસેના કેટલાય વિસ્તારોમાં સ્થાનિકો ફસાયા હતા અમૂક વિસ્તારો તો એવા પણ હતા જ્યાં એનડીઆરએફની ટીમ પણ ના પહોંચી શકતાં ભારતીય વાયુસેનાએ રેસ્ક્યુની કમાન સંભાળી હતીબે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરીને 35 જેટલા લોકોને એરલિફ્ટ કરીને તેમનો જીવ બચાવ્યો હતો
ઈન્ડિયન એરફોર્સના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પર આ દિલધડક રેસ્ક્યુના વીડિયો પણ શેર કરવામાં આવ્યા હતા ગળાડૂબ પાણીમાં જીવતા રહેવાની જહેમત કરતાં એક મહિલાને જે રીતે એરલિફ્ટ કરાયાં હતાં તેનો વીડિયો પણ વાઈરલ થવા લાગ્યો છે આ વીડિયો શેર કરીને તેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ગળાડૂબ પાણીમાં ડૂબેલાં આ મહિલા લિફ્ટ કરવા માટેના આ ક્રેડલને જોઈને ડરના માર્યાં અંદર બેસવાની મનાઈ કરી રહ્યાં હતાં જેથી તેમને સમજાવીને ઉપર લાવવા માટે ફ્લાઈટ લેફ્ટનન્ટ કરણ દેશમુખ પોતે પણ ગળાડૂબ પાણીમાં ઉતર્યા હતા જ્યાં ભારે જહેમત બાદ ડરેલી મહિલાને હિંમત આપીને અંદર બેસાડવામાં સફળતા મળી હતી