આ વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ ગુરુવારે સવારે 804 શરૂ થયું છે આ સૂર્ય ગ્રહણ મુંબઈ, બેંગલુરુ, દિલ્હી, ચેન્નાઈ, મૈસુર, કન્યાકુમારી સહિત દેશના ઘણાં હિસ્સામાં જોવા મળ્યું છે મોટા ભાગની જગ્યાએ ખંડગ્રાસ અને દક્ષિણ ભારતની અમુક જગ્યાઓએ કંકણાકૃતિ સૂર્ય ગ્રહણ જોવા મળ્યું છે ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં મનીશ શર્માના જણાવ્યા પ્રમાણે ભારત સિવાય આ ગ્રહણ એશિયા અમુક દેશ જેવાકે, આફ્રિકા, ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળ્યું છે ભારતમાં ગ્રહણનો સમય 252 કલાકનો છે 930 વાગે ગ્રહણનો મધ્યકાળ અને 1056 વાગે ગ્રહણ પૂરુ થયું હતું પીએમ મોદીએ પણ સૂર્ય ગ્રહણનું લાઈવ સ્ટ્રીમિંગ નિહાળ્યું હતું તેમણે ટ્વિટર ઉપર ફોટો શેર કરી લખ્યું હતું કે દેરક ભારતીયોની જેમ હું પણ સૂર્ય ગ્રહણને લઈને ઉત્સુક હતો વાદળોના કારણે સૂર્ય ગ્રહણ જોઈ ન શક્યો પરંતુ કોઝિકોડ અને અન્ય લાઈવ સ્ટ્રીમિંગમાં મને સૂર્ય ગ્રહણ જોવાની તક મળી હતી