જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 ખતમ કર્યા પછી અહીંની સ્થિતિ પર કેન્દ્ર સરકારની સખત નજર છે રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલ પણ કાશ્મીરમાં છે ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે 70 આતંકવાદીઓ અને ભાગલાવાદીઓને આગરા શિફ્ટ કરવામાં આવ્યા છે આ લોકોને વાયુસેનાના વિશેષ વિમાનથી આગરા લઈ જવામાં આવ્યા છે આ દરમિયાન પ્રશાસને કહ્યું છે કે, કાશ્મીરમાં સ્કૂલ અને કોલેજો આજથી શરૂ થઈ ગઈ છેસરકારી કર્મચારીઓ પણ આજથી તેમના કામે લાગી ગયા છે તો કઠુઆમાં કોલેજીયન સ્ટૂડન્ટ્સે 370 ધારા હટાવવાના ભારતના નિર્ણયને આવકાર્યો હતો અને કોલેજના એન્ટ્રી ગેટ પર રાષ્ટ્રધ્વજ ફરકાવી ભારત માતાકી જયના નારા લગાવ્યા હતા