નર્મદા, તાપી, વિશ્વામિત્રી અને ઓરસંગ નદીમાં પૂરની સ્થિતિ, અનેક ગામો એલર્ટ, હાઈવે-પૂલો બંધ કરાયા

DivyaBhaskar 2019-08-09

Views 1.5K

અમદાવાદ:સમગ્ર ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે આજે સવારે 6 વાગ્યેથી બપોરે વાગ્યા સુધીમાં રાજ્યમાં સૌથી વધુ ખેડા જિલ્લાના મહુધામાં 9 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે તો નર્મદાના ડેડિયાપાડામાં 65 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે પાટણના સરસ્વતીમાં 55 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતીની આગાહીને ધ્યાને લઇને રાજ્યનું સમગ્ર વહીવટીતંત્ર સતર્ક છે તમામ જિલ્લાઓને એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવ્યા મુજબ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં કોઇ સ્થળે વધુ સ્થિતિ ગંભીર બને તો તેવા સંજોગોમાં રેસ્કયુ સહિતની કામગીરી સત્વરે પૂરી પાડવા માટે NDRFની 18 ટીમો અને SDRFની 11 ટીમો તહેનાત કરવામાં આવી છે

16 ગામોને વિજળીની અસર
દક્ષિણ ગુજરાતમાં NDRFની 7 ટીમ, સૌરાષ્ટ્રમાં 5 ટીમ, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં ત્રણ-ત્રણ ટીમો કાર્યરત છે રાજ્યમાં થઇ રહેલ વરસાદને પરિણામે કોઝવેમાં પાણી ભરાયા છે અને 154 રસ્તાઓ બંધ છે જેમાં તાપી જિલ્લાના 39, છોટાઉદેપુરમાં 31 રસ્તાઓનો સમાવેશ થાય છે ઉપરાંત 16 ગામોને વીજળીની અસર થઇ છે

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન દ્વારા સતત મોનિટરિંગ
આજે સવાર સુધીમાં 168 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે આ સાથે રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 6640 ટકા થયો છે રાજ્યના 13 જળાશયો પણ છલકાયા છે સરદાર સરોવરમાં 7599 ટકા જળસંગ્રહ થયો છે રાજ્યમાં ભારે વરસાદ પડે તો સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા તમામ જિલ્લાઓ સાથે સતત સંપર્ક કરીને મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS