કેવડિયા: સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશના તવા, ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી 455 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા નર્મદા ડેમમાંથી 394 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પાણીની આવક વધતા ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના નર્મદા કાંઠાના ગામો એલર્ટ કરવામાં આવ્યા છે તવા, ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમનું મહત્તમ લેવલ પાર થતા ડેમનાં પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે અને તમામ ડેમના ગેટ ખોલવામાં આવતા હાલ 455 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે જેથી નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે નર્મદા ડેમની સપાટી હાલ 13373 મીટર ઉપર પહોંચી છે અને નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ફરીથી ગોરા બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેથી ગોરા બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે