કેવડિયાઃ ભરૂચઃ સરદાર સરોવર ડેમના ઉપરવાસમાંથી મોટી માત્રામાં પાણીની આવકને પગલે નર્મદા નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે જેને પગલે ભરૂચ અને નર્મદા જિલ્લાના 144 જેટલા ગામો પર સકંટ સર્જાયુ છે ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારો અને આસપાસના ગામડાઓની સ્થિતિ વધારે ખરાબ થઇ ગઇ છે અત્યાર સુધીમાં 4 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને ગોલ્ડન બ્રિજની સપાટી હજુ 3125 ફૂટે સ્થિર છે જેને લઇને હજુ પૂરનું સકંટ યથાવત છે જેથી તંત્ર અને સ્થાનિક લોકો ચિંતામાં મૂકાયા છે