જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370નાબૂદ કરાયાના ચાર દિવસ પછી શુક્રવારે પ્રશાસને લોકોને થોડી રાહત આપી છે ઘણા વિસ્તારોમાં પ્રશાસને શાળાને ચાલુ કરવાના આદેશ આપ્યા છે આ સિવાય સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી બજાર ખોલવાના પણ આદેશ આપી દેવાયા છે આ ઉપરાંત શુક્રવારની નમાજ માટે પણ લોકોને રાહત આપવામાં આવી છે તેમને સ્થાનિક મસ્જિદોમાં જવાની મંજૂરી આપવામાં આવી છે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અધિકારીઓને આદેશ આપ્યા છે કે કોઈ પણ કાશ્મીરને મુશ્કેલી ન પડેતંત્રના જણાવ્યા પ્રમાણે, સંવેદનશીલ વિસ્તારોમાં હાલ પણ કડક સુરક્ષા વ્યવસ્થા છે સાથે જ કલમ 144 લાગુ છે, પરંતુ ઘણી જગ્યાઓ પર આમા છૂટ આપવામાં આવી છે