અમેરિકા અને ભારતે આજે બીજી 2+2 બેઠક દરમિયાન રાજકીય અને સુરક્ષાના મુદ્દાઓ પર વાતચીત કરી જેમાં આતંકવાદનો મુદ્દો પણ સામેલ હતો આ દરિમયાન બંને પક્ષોએ એક ઔદ્યોગિક સુરક્ષા કરાર પર સહી કરી જે ડિફેન્સ ટેકનોલોજીના હસ્તાંતરણને મંજૂરી આપે છે આ બેઠક વિદેશ વિભાગના ફૉગી બૉટમ મુખ્યમથકમાં આયોજીત કરવામાં આવી હતી દરમિયાન ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ અને વિદેશમંત્રી એસ જયશંકરે વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી રાજનાથે કહ્યું કે બંને દેશોની વચ્ચે ઘણાં આંતરરાષ્ટ્રીય દ્વિપક્ષીય મુદ્દાઓ, આતંકવાદની વિરુદ્ધ અભિયાન અને પાકિસ્તાન તરફથી સતત મળી રહેલી ધમકીઓ પર ચર્ચા થઈ બંને દેશો સુરક્ષા અને વૈશ્વિક હિતો પર સહકાર આપવા એકમત છે રક્ષા ટેકનીકના હસ્તાંતરણને ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી અનેક્સ નામ આપવામાં આવ્યું છે રાજનાથે જણાવ્યું કે તેનાથી ભારત અને અમેરિકાની વચ્ચે ગોપનીય ટેકનીક અને માહિતનું આદાન-પ્રદાન કરવામાં આવશે