બાળકો સાથે શોપિંગ મોલમાં જઈ તેમની સુરક્ષાની બાબતોમાં ગાફેલ રહેતાં પેરેન્ટ્સને સાવચેત કરે તેવો એક શોકિંગ વીડિયો સામે આવ્યો હતો ચીનના હંચૂઆનમાં આવેલા એક મોલના આ સીસીટીવી દૃશ્યોમાં પણ પાંચ વર્ષની બાળકીનો હાથ એસ્કેલેટરમાં ફસાઈ ગયો હતો માતા સાથે રહેલી આ બાળકી કૂતૂહલવશ જ એસ્કેલેટરની નીચેના ભાગમાં કંઈક જોવા માટે હાથ લગાવે છે જે તરત જ અંદર ફસાઈ ગયો હતો ડાબો હાથ રબરના હેન્ડ્રેલમાં ફસાઈ જતાં જ તે જમીન પર જ સૂઈ ગઈ હતી દર્દથી કણસતી આ બાળકીનો ફસાયેલો હાથ બહાર નીકાળવા માટે ખાસ રેસ્ક્યુ ટીમને બોલાવવામાં આવી હતી જેમણે ભારે જહેમતના અંતે કટરથી એસ્કેલેટરનો ભાગ કાપીને તેનો હાથ બહાર નીકાળ્યો હતો સદનસીબે બાળકને કોઈ ગંભીર કહી શકાય તેવી ઈજાઓ થઈ નહોતી