અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ આપતા મોદીએ કહ્યું,ભારત અને બહેરિન બન્ને સંભાવનાઓથી ભરેલી પ્રાચીન સભ્યતા અને આધુનિક રાષ્ટ્ર છે એક તરફ બહેરિન ઉત્સાહ અને ઉમંગથી ભરેલો છે દેશ જનમાષ્ટમીનો ઉત્સવ મનાવી રહ્યો છે આ સમયે મારી અંદર એક દર્દ દબાવીને તમારી વચ્ચે ઉભો છું વિદ્યાર્થી સમયથી જે મિત્ર સાથે સાર્વજનિક જીવનના એક પછી એક પગલા સાથે ચાલ્યા રાજકીય યાત્રા સાથે ચાલી દરેક પળ એકબીજા સાથે જોડાયેલા રહેવું અને સાથે મળીને ઝઝુમતા રહેવું, સપનાઓને સજાવવા, તેમને નિભાવવાની એક લાંબી સફર જે મિત્ર સાથે હતી તે અરુણ જેટલી ભારતના પૂર્વ રક્ષામંત્રી, નાણામંત્રી, આજે તેમણે દેહ છોડી દીધો હું કલ્પના નથી કરી શકતો કે હું આટલો દૂર અહીં બેઠો છું અને મારો એક મિત્ર જતો રહ્યો અને આ ઓગષ્ટ મહિનો અમુક દિવસો પહેલા બહેન સુષમા જતા રહ્યાં અન આજે મારો મિત્ર અરુણ જતો રહ્યો હું આજે બહેરિનની ધરતીથી ભાઇ અરુણને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું તેમને નમન કરું છું તેમના પરિવારજનોને આ દુખની ક્ષણમાં ઇશ્વર શક્તિ આપે તે પ્રાર્થના કરું છું