નવી દિલ્હીમાં 131 કરોડના ખર્ચે ‘ગરવી ગુજરાત ભવન’ નિર્માણ પામ્યું છે તેમાં 19 સ્યુટ રૂમ, 59 અન્ય રૂમ, બિઝનેસ હોલ, કોન્ફરન્સ હોલ, મલ્ટિપર્પઝ હોલ, વિવિધ ચાર અન્ય લોન્જ, લાયબ્રેરી, યોગા સેન્ટર, જિમ્નેશિયમ, રેસ્ટોરાં, ડાઇનિંગ હોલ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે આજે ગણેશ ચતુર્થીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું લોકાર્પણ કર્યું હતું