રાજકોટઃરાજકોટમાં આજે રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રીએ રેસકોર્સ રિંગ રોડ પર સ્વનિર્ભર શાળા, સંચાલક મંડળના ઉપક્રમે રાષ્ટ્રીય એકતા વિદ્યાર્થી કાર્નિવલ તથા મહાનગરપાલિકા દ્વારા લાઇટિંગ પોલ પર કાયમી લાઈટિંગનો શુભારંભ કરાવ્યો હતો વિદ્યાર્થી કાર્નિવલ-2020માં શહેરની 31 જેટલી શાળાઓએ સમગ્ર ભારતના તમામ રાજ્યોની સંસ્કૃતિ દર્શાવતા સ્ટેજ બનાવવામાં આવ્યા હતા