ડીસા:બનાસકાંઠાના તત્કાલિન જિલ્લા પોલીસ વડા સામે 42 લાખનો હપ્તો લેતા હોવાના આક્ષેપો કર્યા બાદ તત્કાલિન જિલ્લા પોલીસ વડાએ અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ડીસા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જોકે અલ્પેશ ઠાકોર કોર્ટમાં ગેર હાજર રહેતા તેમના વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું ત્યારે ગુરુવારે અલ્પેશ ઠાકોર ડીસા કોર્ટમાં હાજર રહેતા તેમને 24 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવા નામદાર કોર્ટે ફરમાન કર્યું હતું