સુરતઃ પ્રફુલ સાડી ખંડણી પ્રકરણમાં બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી સામે અત્રેની સેશન્સ કોર્ટ દ્વારા નોન બેલેબલ વોરન્ટ કાઢવામાં આવતાં હાજર રહી હતી કોર્ટમાં ચાર્જફ્રેમ કરાયા બાદ કેસની આગામી તારીખ 16-10-2019ની કરવામાં આવી છે કેસની વિગત મુજબ 1998માં શિલ્પા શેટ્ટીએ પ્રફુલ સાડીની સ્વીત્ઝરલેન્ડ અને પેરીસમાં શુટિંગ કરી એક એડ ફિલ્મ બનાવી હતી કહેવાય છે કે આ એડ રિલિઝ કરવાની કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નહતી ફરિયાદીએ આ એડના શુટિંગ પેટે રૂપિયા પાંચ લાખ ચૂકવી દીધાં હતા ફરિયાદની હકિકત મુજબ આ પેમેન્ટ બાદ પણ આરોપીઓએ રૂપિયા બે લાખ વધારાના માંગ્યા હતા આ કેસમાં બાદમાં માફિયા ગેંગની પણ એન્ટ્રી થઈ હતી