બે દિવસ ભારે, 24 જિલ્લામાં સિઝનનો 100 % વરસાદ, વલસાડ જિલ્લામાં 108-બનાસકાંઠામાં 22 ઈંચ

DivyaBhaskar 2019-09-10

Views 406

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 15 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને છેલ્લા 24 કલાક દરમિયાન 33 જિલ્લાના 216 તાલુકામાં સરેરાશ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે રાજ્યમાં સરેરાશ 37 ઈંચ વરસાદ સાથે સિઝનનો 114 ટકા વરસાદ થઈ ગયો છે આ સાથે જ 2017નો રેકોર્ડ તૂટી ગયો છે 2017માં સિઝનનો કુલ 112 ટકા વરસાદ પડ્યો હતો આ વર્ષે હજૂ વરસાદી માહોલ જામેલો હોવાથી વરસાદની ટકાવારી વધી જોય એવો અંદાજ છે 2013માં રાજ્યમાં સીઝનનો કુલ વરસાદ 128 ટકા થયો હતો રાજ્યના 24 જિલ્લામાં 100 ટકા કરતા વધુ વરસાદ છે તેમજ ઈંચની દ્રષ્ટીએ સૌથી વધુ સરેરાશ વરસાદ વલસાડ જિલ્લામાં 108 ઈંચ જ્યારે સૌથી ઓછો બનાસકાંઠા જિલ્લામાં 21 ઈંચ વરસાદ પડ્યો છે તેમજ રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS