કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે એક વાર ફરી કહ્યું કે સરકારનો અગામી એજન્ડા જમ્મુ-કાશ્મીરના બાકીના હિસ્સાને ભારતમાં સામેલ કરવાનો છે તે માત્ર મારી અને પાર્ટીની પ્રતિબદ્ધતા નથી આ રિઝોલ્યુશન તો 1994માં સંસદમાં પી વી નરસિમ્હારાવની સરકારના સમયે પાસ કરવામો આવ્યો હતો
મોદી સરકારે તેના 100 દિવસના કાર્યકાળમાં ઘણા ઐતિહાસિક નિર્ણયો કર્યા છે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવો તે સૌથી મોટી સિદ્ધી છે કાશ્મીર બંધ પણ નથી અને ત્યાં હાલ કર્ફ્યુ પણ નથી ત્યાં જીવન ઝડપથી ઠારે પડી રહ્યું છે અનુચ્છેદ 370 હટાવવાનો નિર્ણય અમે એટલા માટે લીધો કારણ કે જમ્મુ-કાશ્મીર અને લડાખમાં ઔદ્યોગિક વિકાસ, સ્વાસ્થ્ય સુવિધાઓ અને રોજગારની સ્થિતિ સારી થઈ શકે