કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું છે કે, જો પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન આપણી સાથે વાત કરવા માંગતા હોય તો તેમણે કાશ્મીરનો જે હિસ્સો તેમના કબજામાં છે તે ભારતને સોંપવો પડશે કાશ્મીર પર તેમનો કોઈ અધિકાર નથી અને તેમણે ગેરકાયદેસર રીતે તેના પર કબજો કર્યો છે અઠાવલેએ કહ્યું કે, પીઓકેના લોકો ભારત આવવા માંગે છે કારણકે તેઓ ઈમરાન ખાનના ખોટા વાયદાઓથી પરેશાન થઈ ગયા છે ભારતે અનુચ્છેદ 370 હટાવીને ક્રાંતિકારી પગલું લીધું છે તેની સાથે જ જમ્મુ-કાશ્મીર ફરી ભારત સાથે જોડાઈ ગયું છે મને લાગે છે કે, આગામી પાંચ વર્ષમાં અહીં ઘણો વિકાસ થશે