કેન્દ્રીય શ્રમ તથા રોજગાર મંત્રી સંતોષ ગંગવારે શનિવારે ઉત્તર ભારતીયો અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે, દેશમાં નોકરીઓની કમી નથી પરંતુ ઉત્તર ભારતીયોમાં યોગ્યતાની કમી છે ભરતી પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, જે લોકોને જે પદ માટે ભરતી કરવાના છે તેમના માટે યોગ્ય ઉમેદવાર મળતા નથી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગંગાવારના આ નિવેદનનો પલટવાર કર્યો હતો
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, મંત્રીજી, 5 વર્ષથી વધારે સમયથી તમારી સરકાર છે નોકરીઓ પેદા થઈ નથી જે નોકરીઓ હતી તે સરકાર દ્વારા લાવવામાં આવેલી આર્થિક મંદીના કારણે છીનવાઈ રહી છે નવયુવાનો રસ્તો ખોળી રહ્યા છે કે સરકાર કંઈક સારું કરે તમે ઉત્તર ભારતીયોનું અપમાન કરીને છટકી જવા માગો છે એ નહીં ચલાવી લેવામાં આવે