રાજકોટ:શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ ઠેર-ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે 3 મહિના બાદ જાગેલી કોંગ્રેસે આજે શહેરના દરેક વોર્ડમાં યજ્ઞ કરી સત્તાધારી પક્ષને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાથના કરી હતી આ સાથે જ ચક્કાજામ કરી કોંગ્રેસનાં કાર્યકરોએ સરકાર વિરૂદ્ધ હાય હાયના નારા લગાવ્યા હતાં જેથી પોલીસે ટીંગાટોળી કરીને કાર્યકરોની અટકાયત કરી હતી