ફેસબુક સીઈઓ માર્ક ઝ્કરબર્ગ તેમની એક ટિપ્પણીને લઈને સમાચારમાં છે ઝ્કરબર્ગે ફેસબુકના કર્મચારીઓ સાથેની બેઠકમાં અબજપતિઓ વિશે કહ્યું કે કોઈને પણ આટલું ધન રાખવાનો અધિકાર ન હોવો જોઈએ જોકે ઝ્કરબર્ગ વિશ્વના 5માં સૌથી અમીર વ્યક્તિઓમાં છે અને તેમની નેટવર્થ 69 બિલિયન ડોલર છે
ફેસબુકે કર્મચારીઓ અને ઝ્કરબર્ગની વચ્ચે થયેલી આ વાતચીતને સાર્વજનિક કરવાનો નિર્ણય લીધો છે કંપનીએ આ નિર્ણય ઝ્કરબર્ગનું નિવેદન લીક થયા બાદ કર્યો છે, જેમાં તે અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવાર અલિઝાબેથ વોરનનો વિરોધ કરતા જોવા મળ્યા હતા