રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસની ગુજરાત મુલાકાતે

DivyaBhaskar 2019-10-12

Views 1.5K

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અમદાવાદ એરપોર્ટ ખાતે ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય સચિવ ડૉજેએનસિંઘ, રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા, કલેકટર ડૉ વિક્રાંત પાંડે, પોલીસ કમિશનર એકે સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પુષ્પગુચ્છથી રાષ્ટ્રપતિશ્રીને આવકાર્યા હતા


મુલાકાત દરમિયાન તેઓ કોબા ખાતેના જૈન આરાધના કેન્દ્રના કાર્યક્રમમાં હાજરી આપશે ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિરોકાણ કરશે 13મીએ રાજભવનમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલા અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજશે તેમજ નરેન્દ્ર મોદીના માતા હીરાબાને પણ મળશે 13મીએ બપોરે તેઓ દિલ્હી રવાના થશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS