અભીજીતે કહ્યું- 10 વર્ષ બાદ નોબેલ એવોર્ડ મળે તેવી આશા હતી

DivyaBhaskar 2019-10-15

Views 1

અર્થશાત્રમાં નોબેલ મેળવનાર અભિજીત બેનર્જી (58)એ જણાવ્યું હતું કે -મે ક્યારેય વિચાર કર્યો ન હતો કે કેરિયરમાં આટલા જલ્દીથી નોબેલ મળી જશે મારા નામની જાહેરાત થતા હું ચોકી ગયો હતો મને 10 વર્ષ બાદ આ એવોર્ડ મળવાની આશા હતી અભિજીતને પૂછવામાં આવ્યું કે આ સફળતાની જાણકારી મળ્યા બાદ તમારી પ્રતિક્રિયા શું હતી, તેમણે જણાવ્યું હતું કે હું 40 મિનિટ માટે ઉંઘી ગયો હતો, કારણ કે મને ખબર હતી કે જાગ્યા બાદ મારે ઘણાબધા કોલ એટેન્ડ કરવાના છે

અભિજીતે કહ્યું હતું કે તે તેમની માતા સાથે પણ વાત કરી શક્યા ન હતા વિશ્વમાં ગરીબી નાબૂદ કરવાના પ્રયત્નો માટે નોબેલ મેળવનાર અભિજીતે કહ્યું છે કે હું પત્ની એસ્થર ડુફ્લો અને અન્ય સાથી છેલ્લા 20 વર્ષથી આ વિષય પર કામ કરી રહ્યા હતા અમે ગરીબી ખતમ કરવાના સમાધાન રજૂ કરવા પ્રયત્ન કર્યો છે કોલકાતામાં વીતાવેલા દિવસોમાં તેની સાથે જોડાયેલ વિવિધ પાસાંને સમજવામાં મદદ મળી હતી નોબેલ પુરસ્કાર જીત્યા બાદ મુખર્જીએ ભારતીય અર્થવ્યવસ્થા અંગે પણ નિવેદન આપ્યું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS