દિલ્હીની તીસ હજારી કોર્ટ વિવાદ દિવસેને દિવસે વકરતો જાય છે રોજ નવા વીડિયો સામે આવી રહ્યા છે જેમાં વકીલો પોલીસની મારપીટ કરતા દેખાઈ રહ્યા છે એક વીડિયોમાં ડીસીપી નાર્થ મોનિકા ભારદ્વાજ હાથ જોડીને વકીલોને વિનંતી કરી રહ્યા છે ત્યારે વકીલોનું ટોળું તેમના પર તૂટી પડે છે અને મારપીટ શરૂ કરી દે છે એટલું જ નહીં તેમની સર્વિસ રિવોલ્વર પણ છીનવી લે છે