શ્વાનને માણસ જાતનું વફાદાર પ્રાણી કહેવામાં આવે છે જો તેનો માલિક પણ તેને તરછોડી દે તો પણ તે માણસ જાત કે તેમના જીવન પ્રત્યે વફાદારી બતાવવાનો કોઈ જ મોકો ચૂકતો નથી આવો જ એક શ્વાન આજકાલ ચેન્નઈમાં આવેલા એમઆરટીએસ રેલવે સ્ટેશને જોવા મળી રહ્યો છે મિનિસ્ટ્રી ઓફ રેલવેએ શેર કરેલો તેની અનોખી સેવાનો આ વીડિયો વાઈરલ પણ થવા લાગ્યો છે વીડિયોમાં પણ જોઈ શકાય છે કે જો કોઈ મુસાફર રેલવે પ્લેટફોર્મ પર જલ્દી ટ્રેન પકડવા કે પછી ચાલુ ટ્રેનમાંથી ઉતરે તો તરત જ તેની સામે ભસવા માંડે છે આટલું જ નહીં પણ જો કોઈ રેલવે ટ્રેક ઓળંગતું દેખાય તો તેની સામે પણ આ શ્વાન ચેતવણીના સૂરમાં ભસીને તેને પરત ધકેલી દે છે રેલવે સુરક્ષાબળોને તદ્દન નિ:સ્વાર્થ ભાવે જ મદદ કરતા આ શ્વાન વિશે જાણીને તેનો મૂળ માલિક પણ તેને મળવા માટે પ્લેટફોર્મ પર પહોંચી ગયા હતા
ચિન્નપન્નુ નામનો શ્વાન જે રીતે લોકોને તેમના જીવનની કિંમત સમજાવી રહ્યો છે અને કાયદાનું ભાન પણ કરાવી રેલવે પોલીસને હેલ્પ કરી રહ્યો છે તે જોઈને અનેક યૂઝર્સે તો તેને સત્તાવાર રીતે રેલવે પોલીસની મદદ કરવા માટે નિયુક્ત કરવાની અપીલ પણ કરી હતી