સુરતઃ શહેરના અલગ અલગ વિસ્તારમાં જાહેરમાં તસવારથી કેક કાપવાના ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવક જાહેરમાં કન્સ્ટ્રક્શન સાઈટની બાજુમાં ઉભા રહીને તલવારથી કેક કાપીને જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે શહેરમાં પોલીસ કમિશનર દ્વારા અગાઉ જાહેરમાં જન્મદિવસની ઉજવણી ન કરવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં યુવકો દ્વારા થતી આવી ઉજવણીથી પોલીસે ગુના નોંધી ચુકી છે