મહારાષ્ટ્રમાં શનિવારે સવારે ભારતીય રાજકારણમાં સૌથી મોટી ઉલટફેર જોવા મળી છે શનિવારે સવારે બીજેપીએ એનસીપી નેતા અજીત પવાર સાથે મળીને સરકાર બનાવી દીધી છે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ દેવેન્દ્ર ફડણવીસને સીએમ પદના શપથ અપાવ્યા અજીત પવારને ડેપ્યૂટી સીએમનો પદભાર મળ્યો છે રાજ્યમાં શરૂ થયેલા ધમાસમણમાં શરદ પવારે કહ્યું છે કે, આ પાર્ટીનો નિર્ણય નથી અને અજીત પવારે પાર્ટી તોડી દીધી છે જ્યારે શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું છે કે, અજીત પવારે અધારામાં લૂંટ કરી છે