રાજકોટઃરૈયાધાર વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ગૌશાળામાં 30થી પણ વધુ ગાયોના મોત નિપજ્યા છે ત્યારે ગાયોના મોત મામલે માલધારીઓને જાણ થતાં માલધારી સમાજમાં મોટાપાયે રોષ વ્યાપ્યો છે માલધારી સમાજના 50થી પણ વધુ લોકોએ બાપાસીતારામ ગૌશાળામાં પહોંચી હલ્લાબોલ કર્યો હતો તો બીજી તરફ સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે