સમાજવાદી પાર્ટીથી રાજ્યસભાના સાંસદ જયા બચ્ચે સંસદ પરિસરમાં દુષ્કર્મ મુદ્દે મીડિયા સાથે વાત કરી હતી અહીં તેમણે મહિલાઓ સામે વધતા અત્યાર વિશે કહ્યું હતું કે, ગુસ્સો એટલો છે કે, ક્યાંક હું તમને પકડીને મારી દઉં મીડિયા સાથેની આ વાત ચીતમાં જયા બચ્ચે યુપીને પણ અનસેફ ગણાવતા કહ્યું હતું કે, હું તમને ત્યાંની વાત કરીશ તો તમે ચોંકી જશો
સંસદ પરિસરમાં જયા બચ્ચને મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, હૈદરાબાદની ઘટના તો ખરાબ છે જ, પણ થાને ચિત્રકૂટમાં જે ઘટના થઈ તે પણ ખૂબ શરમ જનક છે અમે આ વિશે ગૃહમાં મુદ્દો નથી ઉઠાવી શકતા આ વિશે ચર્ચા કરવાનો પ્રતિબંધ છે આ શું થઈ રહ્યું થે, જો અમે આકરા શબ્દોનો ઉપયોગ કરીયે તો અમને કહેવામાં આવે છે કે, તમારે આ ન બોલવું જોઈએ અરે આ જ તો અમારી ફીલિંગ છે મનમાં એટલો બધો ગુસ્સો છે કે, તમે બધા લોકો મારી સામે ઉભા છો તો એવું થાય છે ક્યાંક તમને પકડીને ના મારી દઉં
ઉત્તર પ્રદેશના ઉન્નાવની મીડિયાએ વાત કરતાં તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશ સહેજ પણ સુરક્ષીત નથી હું તમને ત્યાંની વાત કરીશ તો તમે ચોંકી જશો