તેલંગાણા દુષ્કર્મના ચારેય આરોપીઓનું પોલીસે એન્કાઉન્ટર કરી દીધું છે શમશાબાદના ડીસીપી પ્રકાશ રેડ્ડીના જણાવ્યા પ્રમાણે, પોલીસ આરોપીઓને લઈને એ અંડરબ્રિઝ તરફ જઈ રહી હતી, જ્યાં તેમણે વેટરનરી ડોક્ટર પર કેરોસીન છાંટીને સળગાવી હતી પુછપરછ અને ઘટનાને રિક્રિએટ કરતી વખતે આરોપીઓએ પોલીસના હથિયાર લઈને ભાગવાનો પ્રયાસ કરી રહ્યાં હતાનિર્ભયાના માતા-પિતાએ પોલીસની કામગીરી બીરદાવી છેતો સાથે-સાથે પોલીસની કામગીરી પર આંગળ ઉઠાવી પોલીસના હાથ ન બાંધવા પણ અપીલ કરી છેનિર્ભયાના માતા-પિતાએ આ સાથે જ માંગ કરી છે કે નિર્ભયા ગેંગરેપ સહિતના કેસોમાં આરોપીઓને ઝડપથી સજા આપો