પાટડી:ઝીંઝુવાડાથી રણમાં જવાના રસ્તે આવેલા પુલ પરથી મીઠું ભરેલી ટરબો ટ્રક પસાર થતાં આખો પુલ ધરાશાયી થયો હતો આથી વચ્છરાજપુરા ગામ છેલ્લા એક મહિમાથી વિખુટું પડી ગયું હતું ઝીંઝુવાડાના ભૂલકાંઓ જીવના જોખમે તૂટેલા 20 ફૂટ ઊંચા પુલમાંથી શાળાએ જવા મજબૂર બન્યા છે એ પણ કડવી વાસ્તવિકતા છે
ઝીંઝુવાડા એ મીઠા ઉદ્યોગનું મોટું સેન્ટર છે અહીંથી ટ્રકો દ્વારા ગુજરાતભરમાં અને છેક પરપ્રાંતમાં મીઠાની નીકાસ થાય છે જેમાં ઝીંઝુવાડાથી મીઠાના ગંજે અને વચ્છરાજપુરા જવાના રસ્તે આવેલા બિસ્માર પુલ અંગે ઝીંઝુવાડા ગ્રામજનોએ લાગતા વળગતા તંત્રને અનેકો રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી હાથ ધરાઇ નહોતી આથી એક દોઢ મહિના અગાઉ મીઠું ભરેલી ટરબો ટ્રક આ બિસ્માર પુલ પરથી પસાર થતાં આખો પુલ ધરાશાયી થતાં રસ્તો જ ઠપ્પ થઇ ગયો હતો