કલ્યાણનગરમાં મકાન આપવાની માંગ સાથે પાલિકા કમ્પાઉન્ડમાં મહિલાનો આપઘાતનો પ્રયાસ, મહિલાઓએ ડેપ્યુટી કમિશનરને બંગડીઓ આપી

DivyaBhaskar 2019-12-17

Views 522

વડોદરા: કારેલીબાગ વિસ્તારમાં આવેલા કલ્યાણનગરની જગ્યામાં જ મકાનો આપવાની માંગ સાથે પાલિકામાં રજૂઆત કરવા ગયેલી મહિલાઓએ ડેપ્યુટી કમિશનરને બંગડીઓ આપી હતી મહિલાઓએ જણાવ્યું કે, કામ ન કરી શકતા હોય તો આ બંગડીઓ પહેરીને ઘરમાં બેસી રહો કલ્યાણનગરમાં જ મકાન આપવાની માંગ સાથે આવેલા મહિલાઓના મોરચા પૈકી એક મહિલાએ પાલિકાના કમ્પાઉન્ડમાં પોતાની ઓઢણીથી ફાંસો ખાવાનો પ્રયાસ કરતાં અફરાતફરી મચી ગઇ હતી જોકે, બંદોબસ્તમાં આવેલી પોલીસે બેભાન અવસ્થામાં મહિલાને પકડી 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS