અમદાવાદઃદર વર્ષે બંધ કરવામાં આવતી મ્યુનિસિપલ શાળાઓના વિરોધમાં અને સ્કૂલને શહીદોના નામ આપવાની માગ સાથે આજે NSUIએ આજે અમદાવાદના મેયર બિજલ પટેલને આવેદન પત્ર આપ્યું હતું આ દરમિયાન મેયર ઓફિસમાં જવા મામલે NSUIના કાર્યકરો અને કારંજ પીઆઈ એફએમ નાયબ વચ્ચે ઝપાઝપી થઈ હતીNSUIએ અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરવા અને મ્યુનિસિપલ સ્કૂલોના નામ બદલીને શહીદોના નામ આપવાની માગ કરી હતી આ ઉપરાંત સ્કૂલના શિક્ષકોની બદલીઓને બંધ કરાવવા માટે પણ રજૂઆત કરી હતી